પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ માટે ભારતીય બંધારણ, RTI, સાયબર કાયદા અને પત્રકારત્વ સંબંધિત કાયદાઓ અંગે શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન

પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ માટે ભારતીય બંધારણ, RTI, સાયબર કાયદા અને પત્રકારત્વ સંબંધિત કાયદાઓ અંગે શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન દ્વારા વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ, બંધારણીય મૂલ્યો તથા માનવ અધિકારો અંગે સમજ વિકસે તે હેતુથી પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓ માટે તા. 13/10/2026ના રોજ એક શૈક્ષણિક પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રવૃત્તિ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારતીય બંધારણ, માહિતી અધિકાર અધિનિયમ (RTI), Official Secrets Act, 1923, મૂળભૂત અધિકારો, સાયબર કાયદા તેમજ પત્રકારત્વ અને કાયદા જેવા મહત્વપૂર્ણ વિષયો પર પોતાના વિચારો અને રજૂઆતો રજૂ કરી હતી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર પ્રસ્તુતિ આપી હતી ભૂમિબેન પી. સગપરિયા – ભારતીય બંધારણની સમજ અને મહત્વ. કૃપા એસ. રાવલ – માહિતી અધિકાર અધિનિયમ (RTI). જિતેન્દ્રકુમાર જે. સાવલિયા – Official Secrets Act, 1923, ભારતી કે. સગઠિયા – મૂળભૂત અધિકારો (Fundamental Rights), પ્રિયંકા એચ. સગઠિયા – સાયબર કાયદા (Cyber Law), નરેશકુમાર કે. સોમૈયા – પત્રકારત્વ અને કાયદા: સમાચારપત્રો, ટેલિવિઝન, પ્રેસ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા, લોકશાહી અને મીડિયા.

આ પ્રસંગે માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન વતી અધ્યાપકશ્રી ડૉ. સાગરભાઈ અમીપરા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ કાયદાકીય વિષયો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે જ પત્રકારત્વના ક્ષેત્રમાં બંધારણીય જોગવાઈઓ, અભિવ્યક્તિની સ્વતંત્રતા, માહિતીના અધિકાર, સાયબર કાયદા અને જવાબદાર પત્રકારત્વના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને કાયદાકીય જ્ઞાન પ્રાપ્ત કરવા, અભ્યાસમાં સક્રિય ભાગીદારી નોંધાવવા તથા સમાજમાં કાયદાકીય જાગૃતિ ફેલાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રવૃત્તિના માધ્યમથી વિદ્યાર્થીઓમાં કાયદાકીય સમજ, સંશોધનક્ષમતા, વિષયની રજૂઆત કરવાની કળા અને પત્રકારત્વના વ્યવસાયમાં કાયદાની ભૂમિકા અંગે જાગૃતિ વિકસાવવામાં મહત્વપૂર્ણ યોગદાન મળ્યું હતું.

માનવ અધિકાર અને આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ.


Published by: Department of Human Rights and International Humanitarian Laws

13-10-2026